મુંબઈ: શિવસેના (Shivsena)  સાંસદ સંજય રાઉતે (Sanjay Raut)  ઈન્દિરા ગાંધી (Indira Gandhi)  અને અંડરવર્લ્ડ ડોન કરીમ લાલા (Karim Lala)  પર કરેલા ખુલાસાથી કોંગ્રેસ ભલે કાળઝાળ થઈ ગઈ હોય અને સંજય રાઉતે પોતાના શબ્દો પાછા ખેંચી લીધા હોય પરંતુ સત્ય એ છે કે અંડરવર્લ્ડ ડોન કરીમ લાલાને મળવા માટે અનેક નેતાઓ જતા હતાં અને કરીમ લાલા કેટલાય નેતાઓને મળતા હતાં. ZEE NEWSની લાઈબ્રેરીમાં કરીમ લાલા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની તસવીર પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાજી મસ્તાનના પુત્ર સુંદર શેખરે પણ ZEE NEWS સાથે દાવો કર્યો કે "કોંગ્રેસના તમામ મોટા નેતાઓ કરીમ લાલા અને હાજી મસ્તાનને મળતા હતાં. શેખરે કહ્યું કે આ વાત સાચી છે. હું સાક્ષી છું. તેઓ બધા કોંગ્રેસમાં હતાં."


સંજય રાઉતના ઈન્દિરા ગાંધી પરના નિવેદનથી કોંગ્રેસ ભડકી, આખરે શિવસેના નેતાએ માંગવી પડી માફી


વરિષ્ઠ પત્રકાર બલજીત પરમારનો દાવો છે કે કરીમ લાલા અને ઈન્દિરા ગાંધી વચ્ચે વર્ષ 1973માં એકવાર મુલાકાત થઈ હતી. જાણીતા લેખક અને અભિનેતા તથા કવિ હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયને પદ્મભૂષણ મળવાનો હતો. આ દરમિયાન કરીમ લાલાએ રાષ્ટ્રપતિ ભવન જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને સાથે જવાની ભલામણ કરી હતી. પુરસ્કાર વિતરણ સમારોહમાં અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. આ દરમિયાન કરીમ લાલા અને ઈન્દિરા ગાંધીની મુલાકાત થઈ હતી. 


આ બાજુ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ બાળાસાહેબ થોરાટે આ સમગ્ર પ્રકરણ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે સંજય રાઉતનું નિવેદન બિલકુલ ખોટું છે. ભવિષ્યમાં આવું નિવેદન અમે ફરીથી સહન કરીશું નહીં. અમે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે અમારી ફરિયાદ નોંધાવી છે. આ બાજુ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે સંજય રાઉતના નિવેદનોને સાંભળ્યા બાદ હું તેના પર ગૃહ મંત્રાલયમાં પક્ષ રજુ કરીશ. તેમણે શું કહ્યું તે સાંભળીને તેની તપાસ કર્યા બાદ બોલીશ.


સંજય રાઉતે ઈન્દિરા ગાંધી વિશે કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, કોંગ્રેસ થશે કાળઝાળ!


ભાજપે કોંગ્રેસ અને અંડરવર્લ્ડ વચ્ચેના સંબંધોના આરોપની સીબીઆઈ તપાસની માગણી કરી. ભાજપના નેતા કિરિટ સોમૈયાએ કહ્યું કે રાહુલ ગાંધી સ્પષ્ટતા કરે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સીબીઆઈ તપાસની ભલામણ કરે. 


શું કહ્યું હતું સંજય રાઉતે? 
શિવસેના (Shivsena) ના વરિષ્ઠ નેતા સંજય રાઉતે (Sanjay Raut)  બુધવારે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi) ને લઈને મોટો  ખુલાસો કર્યો હતો. પોતાના એક નિવેદનમાં તેમણે દાવો કર્યો છે કે ઈન્દિરા ગાંધી અંડરવર્લ્ડ ડોન કરીમ લાલા (Karim Lala) ને મળવા માટે મુંબઈ આવતા હતાં. રાઉતે મુંબઈમાં અંડરવર્લ્ડના સમય અંગેની વાત કરતા કહ્યું કે "એક સમય હતો જ્યારે દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ અને શરદ શેટ્ટી એ નક્કી કરતા હતાં કે મુંબઈમાં પોલીસ કમિશનર કોણ હશે અને સરકારના કયા મંત્રાલયમાં કોણ બેસશે? અમે અંડરવર્લ્ડનો એ સમય જોયો છે, પરંતુ હવે તેઓ અહીં ફક્ત ચિલ્લર છે." રાઉતે મુંબઈના તે સમયને યાદ કરતા કહ્યું કે "જ્યારે હાજી મસ્તાન મંત્રાલય આવતો હતો, ત્યારે મંત્રાલયના સમગ્ર કર્મચારીઓ તેને જોવા માટે નીચે આવતા હતાં."


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...